1.8 - અવળી ચાલ / સંજુ વાળા


અવળી ચાલ, અજાયબ કેડા,
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતનાં ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં
ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડાં.
અવળી ચાલ, અજાયબ કેડા.

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેશા
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં
મીટઅમીટે એ જગ જોવાં, વિણ વાયક વિણ તેડાં.
અવળી ચાલ, અજાયબ કેડા.

(૨૨-૦૪-૨૦૦૫)


1 comments

Harish Dasani

Harish Dasani

Aug 09, 2021 12:02:53 PM

અવધૂતી મસ્તીખોર ગીત

0 Like


Leave comment