1.9 - જડી સરવાણી / સંજુ વાળા
સહજ જડી સરવાણી...
મળ્યું, મેળવ્યું વાવરવું
-ને ઉછી-ઉધારું લઈ કરવાની લ્હાણી.
રસ્તા વચ્ચે પડી લખોટી જોઈ ભૂસકો મારી દઉં બચપણમાં,
તનમન લઈને તરવું ઊડવું સહજપણે સામેલ થવું સગપણમાં.
બની હવાથી હળવા
રહેવું, વહેવું થઈ વરસાદી પાણી
સહજ જડી સરવાણી...
રઢ હવેથી રઢ રહી નહી; થામું ના કોઈ પરંપરા કે રૂઢિ,
ભલે ભીતરે પડાવ નાખી પડી લાલસા બચ્ચરવાળ ને બૂઢી.
નર્યા ઈશારાથી સંબોધન
ઉર મેળવી કરવી નરી ઉજાણી.
સહજ જડી સરવાણી...
(૨૮-૦૪-૨૦૦૫)
0 comments
Leave comment