2.8 - કંઈ / સંજુ વાળા


જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.

કાનમાં ઝાઝા વાંસ, વાયરા વિષે શિષ ધુણાવી વાતા,
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોચ્યા સંજુ વાળા,
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહીં કંઈ,
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

૨૪/૦૯/૨૦૦૫


0 comments


Leave comment