2.22 - સાધુવેશ / સંજુ વાળા
એક તાંતણે પુણ્ય પરોવ્યાં
બીજે અગણિત ગુના,
ભડભડ સળગ્યાં એક તિખારે
બન્ને ઢગલા રૂ-ના
જે નિહાળે એ જ ખેલતાં ચોર-સિપાહી રમત,
જેને જેનો નિષેધ બાંધે તેને તેની મમત,
એમ પરસ્પર ઓતપ્રોત થઈ
ઘા સંકોરે જૂના.
લયના સહુ લાગા ચૂકવતા વાણીના વાણોતર,
જાચકની ઝોળીને કંઈ ના આગોતર પાછોતર.
રાચંતા નાચંતા રગરગ
ભરતા ભાવ અધુના.
થૈ-માંથી થડકાર ગ્રહી લે રે આલાપી રજસ્,
ભ્રમણવ્રત લઈ ભમતા રમતા ભોગવતા સૌ રસ.
રંગ-ગોચરી રળવા ચાલ્યા
વેશ ધરી સાધુના
૨૩/૦૩/૨૦૦૫
0 comments
Leave comment