2.23 - સ્મરણ / સંજુ વાળા

અદ્દલ એકલપટાં
હા-હોંકારો કંઈ ના આપે સ્મરણ ચરતાં ઘેટાં.

ઊમટવું ઊભરાવું થઈને કટક વીંધતું છાતી,
કોરી ખાતી જીવાતને મન શરીર જાણે લાતી.
બૂચકારો તો બને પાલતુ, છંછેડ્યે ઊફરેટાં.
હા-હોંકારો કંઈ ના આપે સ્મરણ ચરતાં ઘેટાં.

અડાબીડમાં અધ્ધર ચાલે પહોંચે ખૂણે-ખાંચે,
વહી વેળના તડકા-છાયા ઝાલી લાવે ચાંચે.
મથો ભૂંસવા એથી બમણા વેગે વધતો ‘ડેટા’,
હા-હોંકારો કંઈ ના આપે સ્મરણ ચરતાં ઘેટાં.

૦૭/૦૨/૨૦૦૫

0 comments

Leave comment