1.6 - પરબારું હતું / હર્ષદ ત્રિવેદી


આ જગત ક્યારેય ક્યાં ખારું હતું?
આપણી વચ્ચે જ અંધારું હતું.

ભીતરે દરિયો હતો, બારું હતું,
નાવડું એથી તો નોંધારું હતું.

કોઈ ઈથર જેમ ઊડી જાય એ,
ધારણા માટે ઘણું સારું હતું !

આપણે તો માત્ર પગરવ સાંભળ્યો,
જે ગયું તે સાવ પરબારું હતું.

હોય, તેઓ પણ કદી આવી શકે,
છેવટે આ ઘર તો સહિયારું હતું.


0 comments


Leave comment