1.9 - તને / હર્ષદ ત્રિવેદી


આ સમય પાસેથી હું ઝૂટું તને,
આવ તો લખલૂટ હું લૂટું તને.

તું સરોવર મધ્યમાં ઊભી રહે,
ને કમળની જેમ હું ચૂંટું તને.

હો તરસ એવી કે રોમેરોમથી,
તું પીએ ને તોય હું ખૂટું તને.

એક પળ માટે થઈ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટું તને.

નામ તારું નામ તારું નામ તા –
એકડાની જેમ હું ઘૂંટું તને.


0 comments


Leave comment