1.14 - ગણી નથી / હર્ષદ ત્રિવેદી


જાતથી જુદી તને ગણી નથી,
એટલે કે મનનો કો'ધણી નથી.

તીર માફક જીવમાં ખૂંપી ગયો,
તે છતાં અંધારને અણી નથી.

એકમાંથી બીજી જન્મ્યે જાય છે,
દુઃખની ક્ષણ કોઈ વાંઝણી નથી.

આંખની સામે નદી સુકાય છે,
આ ઈશારો કોઈના ભણી નથી.

હું બચાવીને નજર ચાલું નહીં,
આ ખુમારી છે પ્રિયે ! ટણી નથી.


0 comments


Leave comment