1.16 - ધુમાડો કર્યો / હર્ષદ ત્રિવેદી


તારી સાથેની બધી નિસ્બતનો ધુમાડો કર્યો,
મેં ફરીથી આબરૂ-ઇજ્જતનો ધુમાડો કર્યો.

કુંડળીની મધ્યમાં સૂર્યાસ્ત જેવું ચીતર્યું,
એ રીત મેં આપણા કિસ્મતનો ધુમાડો કર્યો.

કોઈના નામે અનામત શ્વાસ પણ મૂકવા પડે,
એ ઘટીએ આવતી લિજ્જતનો ધુમાડો કર્યો.

આંગળી પાંચેય મારા દુઃખની સરખી રહી,
એને જો મિલકત ગણો, મિલકતનો ધુમાડો કર્યો.

આ રીતે જાહેરમાં તારા વિશે કહીને ગઝલ,
મેં ફરીથી આબરૂ- ઇજ્જતનો ધુમાડો કર્યો !


0 comments


Leave comment