1.19 - એય કાફી / હર્ષદ ત્રિવેદી


એ દોસ્તો, એ દોઢી, ચલમ એ જ સાફી,
હશે આટલું યાદ; બસ એય કાફી !

નથી પાંપણે દૃશ્ય એકેય ઠરતું,
નશાગ્રસ્ત આંખોને આપું છું માફી.

ઈધર કે ઉધરની હવાનું ગજું શું ?
મને બ્હાર-અંદર રહ્યું કોઈ બાફી.

પણે દૂર દેરી હશે / હોય, તો પણ
હવે શ્વાસના અશ્વ ઊભા છે હાંફી.

અહીં પ્રેમ-ચાહત બધું સ્વપ્ન જેવું,
બધાં સ્વપ્નનું સત્ય અંતે ખિલાફી.


0 comments


Leave comment