1.25 - કાગળ હોય છે / હર્ષદ ત્રિવેદી
ના કશું આગળ કે પાછળ હોય છે,
બહુ બહુ તો એક કાગળ હોય છે !
તે પછી ક્યાં રહસ્ય કે છળ હોય છે?
ખોલવાની માત્ર સાંકળ હોય છે.
એટલે તો તરસ પણ સુકાઈ ગઈ,
છે ખબર, કે તળ પછી જળ હોય છે.
મેં તો ઈચ્છ્યું'તું કે તું વરસી પડે,
બાકી આકાશે તો વાદળ હોય છે.
હર્ષદ ભલે ને નીકળે દરિયો બની,
બંધ મુઠ્ઠીમાં તો મૃગજળ હોય છે.
0 comments
Leave comment