1.26 - મખમલી પડદો / હર્ષદ ત્રિવેદી


એવું નથી કે ખેલ ભજવાતો નથી,
આ મખમલી પડદો જ ઊંચકાતો નથી.

ગઈ કાલ એક જ ફૂંકથી ઊડ્યો હતો,
હું આજ ઊડું છું: પવન વાતો નથી !

હંમેશ સીધા માર્ગ પર ચાલે ચરણ,
ને માર્ગ છે, જે ક્યાંય ફંટાતો નથી.

ઊગે છે મારામાંય તે વૃક્ષો સતત,
બસ કોઈને છાંયો જ દેખાતો નથી.

ત્યાં નામ ઉચ્ચારાય છે હર્ષદ અને,
હું અહીં સ્હેજેય પડઘાતો નથી !


0 comments


Leave comment