1.27 - ઘાવ ક્ષણનો / હર્ષદ ત્રિવેદી
કોઈ ફુગ્ગાની હવા શો થઈ ચૂક્યો,
એમ લાગે કે ફૂટ્યો; હમણાં ફૂટ્યો !
પાંદડું જો હોઉં તો ખરવું પડે,
આખેઆખી ડાળ જેવો હું તૂટ્યો.
કઈ રીતે એની તવારીખ આપવી ?
ઘાવ ક્ષણનો, જિંદગી આખી દૂઝ્યો.
તેં મને ક્યારેય ક્યાં દરિયો ગણ્યો?
વીરડા જેવો ગણ્યો : તો લે ખૂટ્યો !
આજ હર્ષદમાં વિરલ ઘટના ઊગી,
આમ ઊભોઊભ ને લગભગ ઝૂક્યો !
0 comments
Leave comment