1.33 - ગંધની માફક / હર્ષદ ત્રિવેદી


છે બધાં પગલાંથી ઉફરા થઈ ભટકવાનું સરળ,
કોઈ પગલી પાસ પણ ક્યાં છે અટકવાનું સરળ?

પ્રશ્ન ઊઠે ક્યાં હવે અસ્તિત્વના લોપાવનો ?
ફૂલમાંથી ગંધની માફક છટકવાનું સરળ !

હાથ ફેલાવ્યા કદી તો હીંચકો બાંધ્યો તમે,
ક્યાં એ સુક્કી ડાળ છે કે હો બટકવાનું સરળ.

સર્પ ચાલે ચાલતી આ રાત જોઈને હવે,
સંસ્મરણનાં વર્તુળોમાંથી છટકવાનું સરળ.

કોઈ તારી મૂર્તિને અરધી ઘડી છોડી ગયું,
એટલે હર્ષદ હવે જ્યાં ત્યાં ભટકવાનું સરળ.


0 comments


Leave comment