1.39 - જાઉં છું / હર્ષદ ત્રિવેદી


સર્વ સંબંધો હું તોડી જાઉં છું,
હું જ મારું બિંબ ફોડી જાઉં છું.

કાલ લીલી કૂંપળો ઊગી જશે,
આજ પીળું પાન તોડી જાઉં છું.

યાદની દીવાલ ખાલી નહિ રહે,
ચાકળાનું નામ ચોડી જાઉં છું.

એ તમારા મૌનને વીંધી જશે,
લાગણીનું તીર છોડી જાઉં છું,

કેમ હું હર્ષદ કહું મુજને હવે ?
પાળિયો મારો જ ખોડી જાઉં છું.


0 comments


Leave comment