1.42 - પાછાં વળો ! / હર્ષદ ત્રિવેદી
આ દીવાલે ચોડવો છે ચાકળો,
કેમ કે થાપો પડ્યો છે પાંગળો.
રોજ સંવેદન ઝીલવું છું કેશરી,
એટલે ઝાંખો પડે છે હીંગળો.
હું સતત જોયા કરું પણ કઈ રીતે ?
સૂર્યની માફક તમે જો નીકળો !
આભ માફક વિસ્તર્યાનો અર્થ શું ?
એક પણ પંખીની પાંખે ના મળો.
જિંદગી બે-ચાર ડગલાં હોય તો;
કંઈ નથી જાવું હવે પાછાં વળો !
આમ તો ચશ્માં ચઢાવીને ફરો,
તોય હર્ષદ આપને પણ ના મળો ?
0 comments
Leave comment