1.43 - રાતી ગઝલ / હર્ષદ ત્રિવેદી


રાતા શબ્દો રાતા કાગળ,
રાતાં ફૂલો રાતું ઝાકળ.

રાતી પ્યાસ હરણને લાગે,
રાતું રણ ને રાતાં મૃગજળ.

રાતું આભ સિતારા રાતા,
આકાશે પણ રાતી અટકળ.

રાતું યૌવન રાતાં વસ્ત્રો,
આંખો રાતી રાતું કાજળ.

જંગલ રાતું રાતાં ઝરણાં,
કુદરતની પણ રાતી સાંકળ.

નજર પડે ત્યાં રાતેરાતું,
રાતું છે બસ રાતું પોકળ.


0 comments


Leave comment