1.45 - વ્હેમ છે / હર્ષદ ત્રિવેદી


આભ ને ધરતી મળ્યાનો વ્હેમ છે,
સૂર્ય લાખો ત્યાં ઢળ્યાનો વ્હેમ છે.

કોઈ કારણથી થયાં ભેગાં ભલે,
એક સાથે નીકળ્યાનો વ્હેમ છે.

સ્હેજ સળગી મીણબત્તી એટલે,
રાત આખી ઓગળ્યાનો વ્હેમ છે.

હોઠ ફફડ્યા આપના, માની લઉં?
નામ મારું ત્યાં ચળ્યાનો વ્હેમ છે !

હું સદા પથ્થર રહ્યો છું તે છતાં –
લાગણીઓ ખળભળ્યાનો વ્હેમ છે.


0 comments


Leave comment