1.47 - હરપળે / હર્ષદ ત્રિવેદી


આંસુ બની ખરતો રહું છું હરપળે.
સ્વપ્નો બની તરતો રહું છું હરપળે.

શ્રાવણ બની વરસી શક્યો ના એટલે,
ટહુકા હવે કરતો રહું છું હરપળે.

કાયમ કોઈને શોધવાની ટેવમાં,
કારણ વગર ફરતો રહું છું હરપળે.

એવું નથી કે જિંદગી ગમતી નથી,
એ શોખ છે મરતો રહું છું હરપળે.

બસ, કાંચળી રહેશે તમારા હાથમાં,
હું સાપ થઈ સરતો રહું છું હરપળે.


0 comments


Leave comment