3 - 3. ગીત / એક ખાલી નાવ / હર્ષદ ત્રિવેદી


અમે એક સપનાને ખાતર
પૂરું જીવતર ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં
ભોર થતાં લગ સૂંઘ્યાં !

ગીત

સપનાં કૈં કાચની બંગડી નથી
કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કૈં દરિયો નથી
કે ભાન ભૂલું ને ખળખળતી દોડું.


0 comments


Leave comment