3.5 - અવ તો આવા / હર્ષદ ત્રિવેદી


અવ તો આવ ફરીથી –
તને ચાહી છે રોમરોમથી અદકી ગામનદીથી !
અવ તો આવ ફરીથી !

આ કોનાં પગલાં દ્વાર કનેથી પાછાં વળતાં જોઉં ?
આ નેવાં હમણાં રડશે તો કઈ પેર પીગળતાં જોઉં ?
તને લહી છે સ્વપ્ન-સ્વપ્નમાં છેલ્લી કૈંક સદીથી...
અવ તો આવ ફરીથી !

આ કેવી વેળા વહી રહી છે મને બદલતી કણમાં?
આ કોનો સ્પર્શ હતો જે સરક્યો મુજ હાથેથી ક્ષણમાં !
તને ગ્રહી છે તારી સાખે મેં મનસપ્તપદીથી....
અવ તો આવ ફરીથી !


0 comments


Leave comment