3.8 - આવજો / હર્ષદ ત્રિવેદી

મારા હૈયાના સમદરિયે મોતીડાં થાય રાજ મરજીવા થઈને ત્યાં આવજો.

આંખોની ઉપર છે યૌવનનો ભાર તોય પાંપણ ઊંચકીને અમે હાલશું,
એકલિયા મ્હેલ તણા દરવાજા બંધ કરી, તમારો હાથ અમે ઝાલશું.
ઉંબર વળોટી અમે આવીશું રાજ તમે ઓશરિયે સામા તો આવજો !
મારા હૈયાના સમદરિયે મોતીડાં થાય રાજ મરજીવા થઈને ત્યાં આવજો.

આંગણામાં આવીને બોલે છે કાગડો ને ભણકારા થાય કોઈ આવે.
સાંભળ્યું છે દૂર દૂર વાડી છે પ્રેમની ને લીંબડાનું ઝાડ કોઈ વાવે.
આજે નહીં તો ભલે કાલ્ય તમે આવો પણ લીંબોળી એકાદી લાવજો !
મારા હૈયાના સમદરિયે મોતીડાં થાય રાજ મરજીવા થઈને ત્યાં આવજો.

0 comments

Leave comment