3.9 - વાયદો / હર્ષદ ત્રિવેદી


વાયદો મળે તો કૈંક સારું
હો વહાલમા વાયદા વિનાનો તું તો હાલ્યો...

દિલને જલાવીને ઝંખું છું તુજને,
તારા વિનાની ભૂલું છું ભાનને;
ભાનમાં... ભાનમાં લાવીને શાને હાલ્યો ?..... હો વહાલમા.

અંતરની વાત તો કોઈને કહેવાય ના
ઊભેલો જોઉં જ્યારે તને હું તાનમાં
રાધિકા... રાધિકા જોતી જાણે કહાનો.... હો વહાલમા.

પ્રેમનો પ્યાલો મને પાયો છે હેતથી,
જીરવી શકાયો નહીં માટીના દેહથી;
આંખ્યુંમાં.... આંખ્યુંમાં એ તો ઊભરાયો..... હો વહાલમા.

વાયદો મળે તો કૈંક સારું.
હો વહાલમા વાયદા વિનાનો તું હાલ્યો....


0 comments


Leave comment