4.1 - પંખી / હર્ષદ ત્રિવેદી


પિંજરાનું
બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું :
હવે તું મુક્ત છે !'
પંખીએ
બહાર નીકળીને
માણસ સામે જોયું
અને પાછું પીજરામાં ભરાઈ ગયું !


0 comments


Leave comment