4.2 - સવાલ / હર્ષદ ત્રિવેદી


પહેલાં
હું રોજ દરિયાને પૂછતો :
‘તારામાં ને મારી આંખોમાં ફેર શું?’
એ મને કહેતો :
‘તને નહીં સમજાય !’
.....
આજે હું એને નવો સવાલ પૂછીશ.
‘તું કોઈ દિવસ ઊભરાયો છે?
છલકાયો છે ?'0 comments


Leave comment