26 - પ્રકરણ – ૨૬ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   મને આકાશ સામે જોઈ રહેતાં થાક લાગ્યો છે. વૃક્ષ પર નિયમિત રીતે ફૂટતી કુંપળો, વસંતઋતુ આવતાં જ ખીલી ઊઠતાં આજ્ઞાંકિત પુષ્પો, સાંજ ઢળતાં જ ડૂબી જતો સૂર્ય, વરસાદના આગમનથી કેકા કરતો વફાદાર મોર અને ડ્રાઉં ડ્રાઉં કરવા મંડી પડતાં કહ્યાગરાં દેડકાં, ગરમીથી બચવા ખાબોચિયાની ભીનાશમાં આશ્રય શોધતાં કૂતરાં, શિયાળો આવતાં આવતાંમાં ગરમ કપડાં કબાટમાંથી કાઢી રાચતી ગૃહિણી, ક્ષણના સહસ્રમા ભાગમાં ઝંકૃત થઈ જતા જ્ઞાનતંતુઓ; આ સર્વ સાથેનો સંદર્ભ હું ગુમાવી ચૂક્યો છું; મને હવે શુદ્ધ અંધકારની અપેક્ષા છે. કયાં મળશે શુદ્ધ અંધકાર ? - જે બળબળતા સૂરજના સ્પર્શે પણ મહોરી ન ઊઠે !
(ક્રમશ :...)


0 comments


Leave comment