18.7 - ત્રિકાલ / અરદેશર ખબરદાર


* ગરબી
(
આ ગરબી નવી છે.)

મીઠી મીઠી બોલે, વસંત ઉર લોલે,
હો ઝૂમે આશાના મૉર ;
રાતું રાતું ખીલે, પ્રભાત રંગ ઝીલે,
તે લાગે ઝાંખા ને ઘોર :
રંગ હોઠે વસે રે લોલ ! ૧

કોયલ ડાળે ડાળે ટહૂકી રહે ઊનાળે,
હો નાચે પ્રીતિના મોર :
તપી તપી તાપે બપોર તેજ વ્યાપે,
તેમ ચળકે આંખલડી ચોર :
પ્રભા મુખડે હસે રે લોલ ! ૨

પાન ખરે ઝૂકે, હેમંત વાયુ ફૂંકે,
હો ફૂટે સ્મૃતિના અંકોર :
ભૂરી ભૂરી સાંઝે સરોજ દિલ દાઝે,
ત્યાં પડઘા પાડે ઉરશોર :
દિશા ડૂબતી દિસે રે લોલ ! ૩


0 comments


Leave comment