47 - હાથતાળી લે / અશોક ચાવડા 'બેદિલ'
ખુશી ખુશીથી દરદ ચાલ હાથતાળી લે;
ઝૂમી જવું છે હજી મન જરા સંભાળી લે.
જીવન દેનારને છે હક એ પાછું લેવાનો,
કશું જ ખોટું ન એમાં જો ફૂલ માળી લે.
જતો રહીશ અગર હું નહીં ફરું પાછો,
હજીય વાતમાં છું વાત સ્હેજ વાળી લે.
ઢળી રહ્યો છું બધી બાજુ એક આશયથી,
મને નવાં જ રૂપે આજ કોઈ ઢાળી લે.
હું જિંદગીને સજાવી લઉં ફરી 'બેદિલ',
જરાક વાર અગર કોઈ રાત કાળી લે.
0 comments
Leave comment