51 - આવે છે / અશોક ચાવડા 'બેદિલ'
ખંડિયેરી ભવનમાં આવે છે;
દર્દ સારાં શુકનમાં આવે છે.
ઘર લૂંટાશે કરોળિયાઓનું,
કોઈ રે'વા સદનમાં આવે છે.
ઋણ એનું શી રીત ચૂકવશું?
સ્પર્શ જેનો કફનમાં આવે છે.
ફૂલ માફક ખીલી ગયા અક્ષર,
તું જ મારા કવનમાં આવે છે.
તોય 'બેદિલ' લઈ ફરે તણખો,
રોજ જાસો પવનમાં આવે છે.
0 comments
Leave comment