17 - દૂધ / ન્હાનાલાલ દલપતરામ કવિ


ગોરા ઘીનાં ગાવડીનાં દૂધ :
મીઠાં અમીનાં માવડીનાં દૂધ.

વાછડી ધાવે ગાવડીનાં દૂધ :
બ્હેનડી ધાવે માવડીનાં દૂધ.

વગડે વગડે ગાવડીનાં દૂધ :
ઘરમાં ઘરમાં માવડીનાં દૂધ.

દેહને પાજો ગાવડીનાં દૂધ ;
પ્રાણને પાજો માવડીનાં દૂધ.
-૦-


0 comments


Leave comment