2.43 - આંખ / મહેન્દ્ર જોશી


કૈં શાખ ને પ્રશાખ
છાતીનાં મૂળ લાખ

તારા સભર છે રાત
તાકે અનંત આંખ

ઊંડું ઊંડું થવાય
ફૂટે ન તો ય પાંખ

ચપટીક ને જરાક
મીઠું અને એ રાખ

છે મદ્ય પણ પ્રસાદ
ઊંડી તલબ જો રાખ

કડવો, તૂરો નથી જ !
લે, શબ્દને ય ચાખ

ઊંચી હશે કદાચ
ખાટી કહી દરાખ !

૨૨/૧૦/૨૦૦૮


0 comments


Leave comment