2.44 - ખરા / મહેન્દ્ર જોશી


પથ્થરો છે, પગે પડે ય ખરા
થૈ પતંગો નભે ચગે ય ખરા

હે વિદુષક ! કરુણરસ સ્વામી !
સાંભળી લોક તો હસે ય ખરા

ખાલ ઓઢી વને-વને ફરશું
શક્ય છે વાઘ સૌ ડરે ય ખરા !

માણસો – ભીડ – ભાડ – બકરી – મન
જે મળે તે બધું ચરે ય ખરા !

શું થશે તે કહેવું મુશ્કિલ છે
ભેખડો કોઈ પર ધસે ય ખરા

મુક્તિનો અર્થ મુક્તિ કૈં નથી
કંઠમાં સર્પ છે ડસે ય ખરા !

૨૮/૦૫/૨૦૦૨


0 comments


Leave comment