2.46 - પાંગત નથી / મહેન્દ્ર જોશી


હા કહું તેની કશી કિંમત નથી
ના કહું એવી હજી હિંમત નથી

હું પરાજિત છું છતાં કહી દઉં તને
આ મારું મન કોઈ પાણીપત નથી

વાંસળી વાગી રહી જો સાંભળે
જિંદગી કૈં દર્દની રૈયત નથી

છે હવા પર એકસરખો હક મને
ક્યાં કહું છું શ્વાસની નિસબત નથી

મેળવી લે હાથ આ ઉષ્માસભર
હાથ તો વરદાન છે કરવત નથી

હું તને બહુવાર ભૂલી જાઉં છું
તું સમજ, કોઈ મને આદત નથી

ઘર અને ઈશ્વર વિષે ઝૂલ્યા કરું
હીંચકા જેવી બીજી સોબત નથી

મિત્ર જોશી, પગ વધુ લંબાવ મા –
ખોટ મોટી, ખાટલે પાંગત નથી!

૩૧/૭/૦૯


0 comments


Leave comment