2.47 - જાગે છે / મહેન્દ્ર જોશી


ભવ્ય ખંડેર ભગ્ન જાગે છે
લોક પણ શોકમગ્ન જાગે છે

બાવની બાર તો ઘણું છેટું
શબ્દમાં કોઈ સુજ્ઞ જાગે છે

જંગમાં વાંસળી હજી વાગે
સારથિ સ્થિતપ્રજ્ઞ જાગે છે

ના નથી આહૂતિ નથી હોતા
રાત-દિન ક્યાંક યજ્ઞ જાગે છે

ચીંથરું ઊંઘનું લઈ સૂતાં
સ્વપ્નમાં કોણ નિમગ્ન જાગે છે

રાત પડતાં જ ઊતરી આવે
એક ભૂતાવળ જે નગ્ન જાગે છે

મિત્ર જોશી અભણ-અબુધ રહ્યા
એ સૂતા છે તજજ્ઞ જાગે છે

૧૫/૮/૦૮


0 comments


Leave comment