2.48 - મૂક્યું / મહેન્દ્ર જોશી


તે વિકટ રાજપાટમાં મૂક્યું
મેં ઉપાડી કબાટમાં મૂક્યું

બુદ્દબુદા જેમ હાથમાં મૂક્યું
ફૂંક મારી વિરાટમાં મૂક્યું

ગોઠવાયું ન મન કોઈ વાટે
ભર બજારે ય હાટમાં મૂક્યું

હોય મનને હજાર શૃંગો પણ
એમ ધારી સપાટમાં મૂક્યું

તો ય માટીપગું જ નીકળ્યું
નિતનવા રમ્ય ઘાટમાં મૂક્યું

મેં કહ્યું કે ફકીરની ચાદર
મેં મૂરખ મન વણાટમાં મૂક્યું

મિત્ર જોશી ગુલાબ સુકું, જે
સાચવ્યું, રાજઘાટમાં મૂક્યું

૦૪/૦૩/૧૦


0 comments


Leave comment