3.1 - બાગમાં / મહેન્દ્ર જોશી
દરેક શહેરને
પોતીકા બગીચા હોય છે
બગીચાને
માનીતાં ઝાડવાં
ઝાડને
પોતીકો સ્મૃતિછાંયો
અંધકાર
અંધકારમાં
ઓગળતા બાંકડાઓ
બાંકડાઓને
પોતીકાં સુખદુઃખ
સારું છે કે
આ બધું
ક્યાંક તો હોય છે
નહીંતર આવડા મોટા
વિશ્વમાં
તને મળવાનું
બીજું સરનામું ક્યાં હોત?
* સ્મરણ : મરીઝ
૨૦/૧૧/૦૯
0 comments
Leave comment