3.2 - ભીંતો / મહેન્દ્ર જોશી


પગભર હોતાં નથી
ત્યારે
હાથ લંબાવી
ટેકો આપે
અઢેલીને
આરામથી
બેસવાનું કહે

માથે ઢોળે
વૃક્ષના પારકા છાંયડા

કહે
ઘર જેવી જ હૂંફ
આવતી કાલના
સ્વપ્ન માટે
લલચાવે

એમ જ મીંચાવી દે
આંખો

ધીરેથી સરકી જાય
બે ડગલાં પાછળ...

જ્યારે
પગભર હોતાં નથી ત્યારે...

૨૪/૧૨/૦૯


0 comments


Leave comment