3.3 - અશ્વો / મહેન્દ્ર જોશી


વેદનાથી
વછૂટી
ક્યાં ગયો પેલો
જાંબલી પવન?

અશ્રુઓથી
અભિશાપિત !

કાલિદાસને
સ્મરીને
રચવા ધાર્યા
અષાઢી ઝુમ્મરો

શબ્દમાં
સમય પ્રોવીને

રચાતા
રહ્યા ખાલી
તૃણના અશ્વો...

૨૦/૩/૮૭


0 comments


Leave comment