3.4 - અભિશાપ / મહેન્દ્ર જોશી


બંધ મુઠ્ઠીમાં
ક્ષણ એક
ઘૂઘવી જાય
દરિયો

વડવાનલના
અભિશાપને જીરવતો
લખે જાઉં

કવિતા
કદાચ
કવિતા
એક પછી એક...

૬/૧૧/૮૭


0 comments


Leave comment