3.7 - ભિખ્ખું / મહેન્દ્ર જોશી


મારા
એક હાથમાં ધૂળ
બીજા હાથમાં
ચોકનો નાનકડો ટુકડો

ક્ષમા કરજો
આટલી ઓછી વસ્તુમાં
કમાલ થઈ શકે

સામે પથરાયેલ
પારેવા જેવી
હજાર આંખોમાં
ઊછળતો જોયો છે
અવિરત સમુદ્ર

કોણ જાણે
કેટલી વાર પામ્યો
સંગલન વિગલન
કેટલાં પ્રકાશવર્ષો વટાવી
આવ્યો અહીં
આ સનાતન શિશુઓ વચ્ચે
જ્ઞાનનું ફળ ચાખવાને.

૧૫/૮/૯૮


0 comments


Leave comment