3.8 - ખંડ મંદાક્રાન્તા / મહેન્દ્ર જોશી


આજે બીજું તો કશું જ થયું નહીં
સવારમાં એક ચકલીએ ચીં ચીં કરી
દર્પણ સહેજ લોહીઝાણ કર્યું

તુલસીનો છોડ કરમાઈ ગયો
સૂરજે મેલું વાદળ ઓઢી લીધું
ઘરની ભીંતો હલબલી
ટેલિફોન કટ્ટ થઈ ગયો
ક્રાઉ-કાઉ એક કાગડો
આવી ચડ્યો
વીજળીના તાર ઉપર
ફ્યુઝ ઊડી ગયો
ટેરવાંઓ પેરેલિટિક

મેં
આજ કવિતા લખવાનું
માંડી વાળ્યું.......

અચાનક
ઘડિયાળ ફરી ચાલુ થઈ ગઈ !
આમ જ

ગાગા ગાગા
લલલલ લગા
ગાલગા ગાલગાગા..

૧૫/૧૦/૯૮


0 comments


Leave comment