3 - વિચારો / પન્ના નાયક
ચોળાયેલાં ને ઓઘરાળાં
ગડી વગરનાં કપડાં—
મારા bourgeois મનમાં
ખરડાયેલા વિચારો.
એમને છૂટાં કરી
સફાઈથી ધોઈ
ઇસ્ત્રી કરી
ગડી વાળી
વ્યવસ્થિત ગોઠવી દઉં છું ખાનામાં.
વાર-તહેવારે પહેરવાનાં
છે એ જગત સામેનાં મારાં આયુધ?
મારાં કવચ?
વિચારો / પન્ના નાયક
ચોળાયેલાં ને ઓઘરાળાં
ગડી વગરનાં કપડાં—
મારા bourgeois મનમાં
ખરડાયેલા વિચારો.
એમને છૂટાં કરી
સફાઈથી ધોઈ
ઇસ્ત્રી કરી
ગડી વાળી
વ્યવસ્થિત ગોઠવી દઉં છું ખાનામાં.
વાર-તહેવારે પહેરવાનાં
છે એ જગત સામેનાં મારાં આયુધ?
મારાં કવચ?
0 comments
Leave comment