7 - ફર્શ / પન્ના નાયક


ખુરશી પર બેસી
ગાલે તર્જની મૂકી હું જોઈ રહું
તડકે લૂછેલી ફર્શ પર
હમણાં જ હતાં
કોઈનાં અહીં આવ્યાં'તાં ભીનાં ભીનાં પગલાં…
તડકે લૂછેલી…
ફર્શ…


0 comments


Leave comment