8 - ગુપસુપ / પન્ના નાયક


સમી સાંજે
હવાની મર્મર આવી
શાંત ઘાસનાં તરણાંએ
ગુસપુસ કરી ચમેલી સાથે.
સાંજ નમી
તારા ડોકાયા
તું ન આવ્યો
ફરી ઘાસ ને ચમેલી
ગુસપુસ કરી
જંપી ગયાં.


0 comments


Leave comment