9 - વાદળનાં વચનો / પન્ના નાયક


ભરબપ્પોરે
ઘનઘોર ગગન
પણ
મને દેખાયું ફક્ત
એની પાછળ સંતાયેલું
જાણે તારું મન.
સાંજ નમી
તું આવ્યો
વર્ષા-નીંગળતા
તારા શરીરમાંથી
વૃક્ષોની ફોરમ આવી
ત્યારે જ
યાદ આવ્યાં
બપ્પોરનાં વાદળાં—
ઠાલાં નહોતાં
વાદળનાં એ વચનો.


0 comments


Leave comment