10 - એરિયલ ટોચ પર / પન્ના નાયક


કાચ પર ઝીણા ઝીણા પડે છાંટા
વરસાદની પાતળી ધારા વીંધી
એરિયલ પર
આવીને બેસી ગયું એક પતંગિયું.
મેં એને જોયા જ કર્યું
અને
એની સ્મૃતિને લઈ
ગાડી હાંકી મેં ઘર તરફ.
એરિયલ ટોચ પર
બેઠેલું પતંગિયું એ જ તે
મારા ટેબલ પરનો પત્ર.
એના રંગ રમે છે મારી આંખમાં…


0 comments


Leave comment