11 - હાથ મળતાં / પન્ના નાયક


વર્ષોની ઝંખના હતી
એનો હાથ મેળવવા.
મારી હથેલીમાં
સંયોગરેખા ફૂટતી જોવા
રોજ રોજ નજર કરતી—
થતું
નાગના અંગ સમા વેણીના
સુંવાળા વાળ મારા હાથની
આંગળીઓમાં રમે છે એમ
એનેય ક્યારે રમાડું,
લાડથી આંખે અડાડું.
ને
રેખા ફૂટી કે નહીં તે જાણ્યું નહીં
પણ
બન્નેના હાથ મળ્યા—
મળ્યા
મારા માંસલ હાથને
નહોર…
ઝંખનાની મારી ત્વચા
ઉતરડાઈ…


0 comments


Leave comment