13 - સાન્નિધ્ય / પન્ના નાયક


અકળાવનારું છે તારું સાન્નિધ્ય…
બાળક જેવી હું કિનારે બેસીને
રેતીનાં રચું છું મંદિર
એને શણગારું છું
રંગબેરંગી શંખ-છીપલાંથી.
ત્યાં
વંકાતા ઊછળતા વેગે
ખબરે ન પડે તેમ
અચાનક
ભાંગફોડિયું દરિયાનું મોજું આવે
ને કરી જાય બધુંય
એકાકાર…
સફાળી ઊભી થઈ જાઉં
ભરતીનાં મોજાં જેવું તારું
ખારું સાન્નિધ્ય…
તોય મને ગમતું…


0 comments


Leave comment