16 - સાંકડી કેડી / પન્ના નાયક
સાંજના
ઝાંખા, ધૂંધળા પ્રકાશમાં
સ્વપ્નાંની આડે
ઊભાં રહેલાં
પેલાં
નગ્ન વૃક્ષો
મૂંગા ખડકો
વાંઝિયાં રણો
ને
આકાશના ટુકડે ટુકડાઓ.
આ બધાંની વચ્ચેથી
સરી જવા
પ્રયત્ન કરતી
વાંકીચૂકી
એક સાંકડી કેડી.
Developed by Accurate Infoway
0 comments
Leave comment