18 - અધૂરી પંક્તિએ / પન્ના નાયકકાવ્યની અધૂરી પંક્તિએ
કોઈ વિરામચિહ્નની જગ્યાએ
અચાનક ગોઠવાઈ જતું તારું અસ્તિત્વ…
અને પછી તો
વૃક્ષનું ઉપવન વિસ્તરતું ચાલ્યું—
કેટકેટલાં દૂ…ર
વિહરે છે આપણાં
બે નિરનિરાળાં વિશ્વ…
હું તો જાણે
આંખના એટલાન્ટિકનાં ખારાં નીરમાં
છુટ્ટી પડી ગયેલી
સઢવાળી કોઈ હોડી…
ક્યાં પહોંચીશ કોને ખબર?
તું ત્યાં…
તારું કાવ્ય લખી મોકલજે ને!


0 comments


Leave comment